Madresa High School Bardoli

Achievement

Student Achievement

તા.૧૬/૦૯/૨૦૨૩ ને શનિવારનાં રોજ K.V.M.હાઇસ્કુલ જોથાણ, તા. ઓલપાડ મુકામે જીલ્લા કક્ષાની જુડો સ્પર્ધા યોજાઇ હતી, જેમાં મદ્રેસા હાઇસ્કૂલ, બારડોલીની ધોરણ ૧૧-માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્સારી મરિયમખાતુન મુખ્તારભાઇએ અંડર ૧૯(૪૮ કિ.ગ્રા.) જુડો સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. જે બદલ શાળાના આચાર્યશ્રી, શાળા સંચાલક મંડળ અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
અન્સારી મરીયમ મુખતાર
વર્ષ રમત કક્ષા(જિલ્લા/રાજ્ય) મેળવેલ ક્રમાંક
૨૦૨૩-૨૪ જુડો જિલ્લા (SGFI) પ્રથમ
૨૦૨૩-૨૪ કુસ્તી જિલ્લા પ્રથમ
૨૦૨૩-૨૪ જુડો રાજ્ય (SGFI)
૨૦૨૩-૨૪ કુસ્તી રાજ્ય
ખેલ મહાકુંભ ૨.૦
વર્ષ રમત કક્ષા(જિલ્લા/રાજ્ય) મેળવેલ ક્રમાંક
૨૦૨૩-૨૪ જુડો જિલ્લા પ્રથમ(રાજ્ય કક્ષા લેવલે પસંદગી)
૨૦૨૩-૨૪ કુસ્તી જિલ્લા પ્રથમ

Our School Madresa high school, Primary Section (Gujarati Medium) Participated in Maths/Science and Environment exhibition fair which was held on 2023-24 at BRC & CRC Taluka level. Our Students of 

1. Mansuri Rabiya Ubaidullah

2. Aslu Khadija Ilyas

and teacher Mulla Afsana Anish got the first rank at both BRC & CRC Taluka level. 

મદ્રેસા હાઇસ્કૂલ, બારડોલીનું ગૌરવ
 
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સિદ્ધી

તાજેતરમાં તા. ૦૪/૦૯/૨૦૨૪ ના રોજ વિદ્યામંગલ સ્કૂલ નવી પારડી, કામરેજ મુકામે જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મદ્રેસા હાઇસ્કૂલ બારડોલીમાં ધોરણ ૧૨-કોમર્સ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અનસારી મરીયમ મુખ્તારભાઇએ અંડર-૧૯ (૪૪ થી ૪૮ કિગ્રા) જુડો સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા તેમજ તાલુકાનું નામ રોશન કરેલ છે. હવે તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સુરત જિલ્લાનું પ્રતિનિધિત્ત્વ કરશે, જે શાળા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. શાળા પરિવાર તેમની આ સિદ્ધી બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.

મદ્રેસા હાઇસ્કૂલ, બારડોલીનું ગૌરવ
બારડોલી નગરપાલિકા દ્વારા આયોજીત સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધામાં મદ્રેસા હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થી શેખ નફિસા ગુલામ મુરતજા એ પ્રથમ નંબર અને પઠાણ સુમૈયા રીયાઝુદ્દીને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. બને વિદ્યાર્થીનીઓને નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષિકા શાલિનીબેન પટેલ અને માધવીબેન વસાવાને શાળા સંચાલક મંડળ અને આચાર્ય ઈલ્યાસ રંગરેજ તરફથી અભિનંદન અને શુભેચ્છા.
તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં બારડોલી મદ્રેસા
                                 હાઈસ્કૂલની સિધ્ધિ

       બારડોલી કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન–ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મદ્રેસા-હાઈસ્કૂલ બારડોલી, પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમની રજૂ કરેલ કૃતિ “ફાયર એલાર્મ” નો પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીની ધુમાડિયા મરીયમ મો.હનીફ અને મિરઝા મુઝમીન તાહીર અને તેના માર્ગદર્શિકા શિક્ષિકા અફસાનાબેન બાનું અને શાલીનીબેન પટેલ ને શાળા સંચાલક મંડળ અને શાળાના આચાર્ય સાબિરભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવાયા હતા.